27 April 2017

, , , ,

આત્મચિંતન શિબિર-2017

ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ એક સામૂહિક જવાબદારી- આત્મચિંતન શિબિર-2017 કાર્યક્રમનું  આયોજન 27, એપ્રિલ 2017  ના રોજ મેહસાણા ખાતે થયું હતું.આ કાર્યક્રમમાં મને પણ ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. મેં આ કાર્યક્રમમાં  ICT નો ઉપયોગ શિક્ષણ માં કેવીરીતે થાય તેના પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આપણા રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પ્રાથમિક શિક્ષણમાં નવા કેવી રીતે ગુણવત્તા વધેતે બાબતે અધિકારીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી અને તેના માટે સુચનો પણ કર્યા હતાં. આ આત્મચિંતન શિબિરમાં આપણા જિલ્લાની શિક્ષણ વિભાગની ટીમ આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જરગેલા સાહેબ સહિત હાજર રહી હતી. 
Share:  

0 comments :