22 April 2018

, , , , ,

NCERT મૂજબ વિજ્ઞાન અને ટેકનોલોજી અભ્યાસક્રમ તાલીમ


વર્ષ 2018 -19 થી આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NCERT મૂજબ નો અભ્યાસ ક્રમ સ્વીકારી NCERT મૂજબ  નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. NCERT દ્વારા સૂચવવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ના ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકો  ને સૌપ્રથમ વાર જાણવા  અને સમજવાની તક અમને સાપુતારા મુકામે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની  રિસોર્સ પર્સન તાલીમ માં મળ્યો. ત્યારબાદ માર્ચ મહિનામાં અમારી ટીમ સાથે  માસ્ટર ટ્રેનર્સ જોડાયા અને તે લોકો ને અમારા દ્વારા અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભૂજ મુકામે  મળ્યો.  હવે માસ્ટર ટ્રેનર્સ ની ટીમો આપ સૌ શિક્ષક મિત્રોને સૌપ્રથમ વખત આ  NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને  બ્લોક કક્ષાની તાલીમ માં સમજાવશે. અને આપને સૌએ આ  અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ ને આપની વર્ગખંડ પ્રક્રિયા મા અમલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.

વિજ્ઞાન વિષય જીવન અને કુદરતના અનુભવો સાથે જોડાયેલો વિષય છે. વિદ્યાર્થીઓ માં રહેલ જિજ્ઞાસા, સંશોધનવૃતિ, અવલોકવૃતિ, સવેદના, પર્યાવરણ જાગૃતિ ખીલવવાના પ્રયત્નો કરવાના છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર વિષયવસ્તુ ની માહિતીજ  નહીં પરંતુ જ્ઞાનનો સર્જક બને તે રીતે અધ્યન અનુભવોને જીવન સાથે વણી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આપણે બ્લોક કક્ષાએ પ્રથમ સત્ર માટે  બે તબક્કામાં તાલીમ આપવાની છે. માટે અહીં પ્રથમ તબક્કા માટે ની વિગતોજ મુકેલ છે. 
  • બ્લોક કક્ષાની તાલીમ માટે જરૂરી સાહિત્ય  આપ નીચે આપેલ લીંક દ્વારા download કરી શકશો. 
  1. પ્રયોગો ની યાદી 
  2. પ્રયોગ માટે જરૂરી સાધનો અને પદાર્થોં ની યાદી  
  3. વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 6 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી  
  4. વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 7 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી 
  5. વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 8 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી 

સૌ માસ્ટર ટ્રેનર્સ મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....!


    
Share:  

0 comments :